પરફેક્સ્ટ કોલેજ

ધોરણ ૧૨ બોર્ડ ની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું :

વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૨ પછી સરકાર દ્વારા B.Voc નામના કોર્સ ની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્સ ધોરણ ૧૨ પછી ના કોઈ પણ કોર્સ જેમકે BBA / B.Sc. / B.Com / BSC / BA કરતા પણ શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષા નો છે. સરકારી કોર્સ હોવા થી આની વધુ જાહેર ખબર જોવા મળશે નહિ એટલે આ ખુબ જ અગત્ય ની વિગત અહી મેળવો.

કોર્સ ની ખાસીયત:

 • B.Voc કોઈ કોલેજ કે યુનિવર્સીટીએ નહિ પણ ખુદ ભારત સરકાર અને AICTE દ્વારા બનાવેલો છે.
 • સરકાર દ્વારા B.Voc માં ધોરણ ૧૨ પછી વિદ્યાર્થીઓને તુરતજ નોકરી અથવા રોજગારી આપવામાં આવે છે.
 • વિદ્યાર્થી HSC / ITI  પછી તરતજ ભણતાની સાથેસાથે જ કમાતો પણ થઇ જાય છે. વિદ્યાર્થી પોતાની કમાણીમાંથી જ પોતાની ફી ભરી શકે છે, ઉપરાંત વધારાની આવક પણ મેળવી શકે છે. આમ વાલી માથે બોજને બદલે સ્વનિર્ભર થઇ જાય છે.
  • વિદ્યાર્થી ભણવાની સાથેસાથે અનુભવ પણ મેળવેછે, જે તેને વિદેશ ભણવા કે કમાવા જવામાં ખુબજ મદદરૂપ નીવડે છે.
  • વિદ્યાર્થી ને બીજો કોઈ ડીગ્રી કોર્સ કરવાની જરૂર નથી.
  • વિદ્યાર્થી B.Voc કર્યા બાદ MBA / M.Voc. જેવા કોર્સમાં એડમિશન મેળવી શકે છે.
 • ઇન્ડસ્ટ્રી ના લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ નો અભ્યાસક્રમ
 • ઓન જોબ ટ્રેનિંગ
 • 3 વર્ષ ના શિક્ષણ સાથે 3 વર્ષ નો અનુભવ
 • સ્ટાઈપેન્ડ મેળવવાની તક

B.Voc ચલાવનાર સંસ્થા:

સરકાર દ્વારા ૧૯૩૬ માં Tata Institute of Social Sciences (TISS) ની રચના કરવામાં આવી છે જે આ કોર્સ આખા દેશ માં ચલાવે છે અને સમગ્ર ભારત મા હાલ તેના 260 થી વધુ સેન્ટર્સ છે. તેના કેમ્પસ મુંબઈ, હૈદરાબાદ, ગુવાહાટી, તુલાજપુર વગેરે જગ્યાએ છે.

ગુજરાત માં ક્યાં?

ગુજરાત માં Rajkot & Jamnagar ખાતે TISS ની કોમ્યુનિટી કોલેજ શરુ થયેલ છે જ્યાં ધોરણ ૧૨ (કોઈ પણ પ્રવાહ) ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ B.Voc માં પ્રવેશ મેળવી શકશે.

B.Voc પ્રવેશ પ્રક્રિયા:

૧. વિદ્યાર્થી એ એપ્લીકેશન ફોર્મ TISS-SVE Rajkot Hub / Jamnagar Hub ખાતે થી મેળવી ભરવાનું રહેશે.
૨. ફોર્મ વહેલા તે પહેલા ના ધોરણે જ મળશે. ફોર્મ ખાલી થઇ ગયા બાદ મળવા પાત્ર નથી.
૩. ફોર્મ વહેચણી ની શરૂઆત ધોરણ ૧૨ ની પરીક્ષા બાદ તુરંત ચાલુ થશે.

B.Voc પ્રવેશ લાયકાત:

૧. કોઈ પણ પ્રવાહ માં ૪૦% સાથે ધોરણ ૧૨ પાસ કરેલ હોવું જરુરી છે.
૨. એડમિશન સીટ મર્યાદિત  હોવાથી એટલા જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.
૩. કોઈ પણ જાતનું ડોનેશન નહિ.
આ કોર્સ માં અનામત સુવિધા નથી.

કોર્ષ ની લાક્ષણિકતા

૧ વર્ષ પૂરું થતા ડિપ્લોમા
૨ વર્ષ પૂરું કરતા એડવાન્સ ડિપ્લોમા
૩ વર્ષ પછી B. Voc.

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો